Connect Gujarat
દેશ

આમ આદમી પાર્ટી (AAP)એ રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને સોંપી નવી જવાબદારી

આમ આદમી પાર્ટી (AAP)એ રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને સોંપી નવી જવાબદારી
X

આમ આદમી પાર્ટી (AAP) એ રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને નવી જવાબદારી સોંપી છે. AAPએ તેમને સાંસદ સંજય સિંહની ગેરહાજરીમાં રાજ્યસભામાં પાર્ટીના નેતા બનાવ્યા છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સાંસદ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં સંજય સિંહ ન્યાયિક કસ્ટડીમાં છે.

સંજય સિંહની ગેરહાજરીમાં રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના નેતા બનાવવામાં આવ્યા છે. 24 જુલાઈના રોજ, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મણિપુરમાં બનેલી ઘટનાને લઈને સ્પીકરની ખુરશી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ તેમને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીમાં એક ખાસ ચહેરો છે અને રાજ્યસભામાં પાર્ટી વતી બોલતા રહ્યા છે. તાજેતરમાં તેમણે કેન્દ્રીય ચૂંટણી કમિશનર સંબંધિત બિલ પર ચર્ચા દરમિયાન વાત કરી હતી. તેમનું ભાષણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું.

Next Story