Connect Gujarat
દેશ

ચાઇ કે બાદ હવે ‘ટિફિન પે ચર્ચા’ 2024 ને લઈને BJP નો પ્લાન, જે પી નડ્ડા કરાવશે શરૂઆત

ચાઇ કે બાદ હવે ‘ટિફિન પે ચર્ચા’ 2024 ને લઈને BJP નો પ્લાન, જે પી નડ્ડા કરાવશે શરૂઆત
X

ભારતીય જનતા પાર્ટીએ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજસ્થાનના અજમેરમાં વડાપ્રધાન નરેંદ્ર મોદીની પ્રથમ વિશાળ જાહેર સભાથી શરૂ થયેલું આ અભિયાન આખા જૂના મહિના સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત ભાજપ દેશભરમાં મોદી સરકારની 9 વર્ષની સિધ્ધીઓને લોકો સુધી પહોચાડવા માટે કામ કરશે. તેમજ આ અભિયાન દ્વારા એવા લોકોને પણ યોજનાઓ સાથે જોડવામાં આવશે જેઓ કોઈ કારણસર વંચિત રહી ગયા હોય.

આ સાથે આ અભિયાનમાં એવા કેટલાક અનોખા પ્રયોગો પણ કરવામાં આવ્યા છે. જેથી નારાજ કાર્યકર્તાઓ અને નેતાઓને મનાવીને ફરીથી સક્રિય કરી શકાય. આ નવતર અને અનોખા પ્રયોગને ‘ટિફિન પે ચર્ચા’ નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત 3જી જૂને આગ્રાથી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા દ્વારા પ્રથમ ‘ટિફિન પે ચર્ચા’ નું ઉદ્ઘાટન કરવામાં આવશે. રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ બંસલ, તરુણ ચુગ અને વિનોદ તાવડેને આ અભિયાન ના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ બેઠકો વિધાનસભા ક્ક્ષો એ યોજાશે. આ મિટિંગની વિશેષતા એ હશે કે આ મિટિંગમાં હજાર લોકોએ પોતપોતાના ઘરેથી ટિફિન લાવવાનું રહેશે. અને દરેક વ્યક્તિ સાથે મળીને ભોજન કરશે અને ચર્ચા કરશે. આ દરમિયાન ફરિયાદો દૂર કરવામાં આવશે અને ધારાસભ્યો, સાંસદો તેમની સિધ્ધીઓ દરેકની સામે રજૂ કરશે.

Next Story