Connect Gujarat
દેશ

ક્રિકેટને અલવિદા કહ્યા બાદ અંબાતી રાયડુ રાજકારણમાં જોડાશે

ક્રિકેટને અલવિદા કહ્યા બાદ અંબાતી રાયડુ રાજકારણમાં જોડાશે
X

IPL 2023 સીઝન બાદ અંબાતી રાયડુએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો, પરંતુ હવે તે રાજકારણમાં આવવાનો છે. એવું માનવામાં આવે છે કે અંબાતી રાયડુ આંધ્ર પ્રદેશની કૃષ્ણા અથવા ગુંટુર લોકસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે. IPL 2023 સીઝન પહેલા અંબાતી રાયડુએ કહ્યું હતું કે તે આ સીઝન બાદ રાજકારણમાં જોડાશે. હવે અંબાતી રાયડુ YSRCP પાર્ટીમાં જોડાશે. આ સંદર્ભે તેઓ વાયએસઆરસીપી ચીફ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીને બે વખત મળ્યા છે.


એવું માનવામાં આવે છે કે YSRCP ચીફ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી ઇચ્છે છે કે અંબાતી રાયડુ ચૂંટણી લડે. જો કે અત્યારે એ સ્પષ્ટ નથી કે અંબાતી રાયડુ વિધાનસભાની ચૂંટણી લડશે કે લોકસભામાં પોતાનું નસીબ અજમાવશે. અંબાતી રાયડુએ તાજેતરમાં કહ્યું હતું કે તે વાયએસ જગન મોહન રેડ્ડીને કારણે રાજકારણમાં આવી રહ્યો છે. YS જગન મોહન રેડ્ડી મારા જેવા ઘણા યુવાનો માટે પ્રેરણા છે. તેણે કહ્યું કે મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી મારા જેવા યુવાનો માટે પ્રેરણા છે, જેઓ રાજકારણમાં આવવા માંગે છે.

Next Story