Connect Gujarat
દેશ

યુપીના ગાઝીપુરથી બસપાના સાંસદ અફઝલ અંસારીએ 4 વર્ષની સજા બાદ 56 કલાકમાં સભ્યપદ ગુમાવ્યું

2007માં ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો કૃષ્ણાનંદ રાયની હત્યાના બે વર્ષ પછી અંસારી બંધુઓ સામે ગેંગસ્ટર એક્ટનો કેસ 2007માં નોંધવામાં આવ્યો હતો.

યુપીના ગાઝીપુરથી બસપાના સાંસદ અફઝલ અંસારીએ 4 વર્ષની સજા બાદ 56 કલાકમાં સભ્યપદ ગુમાવ્યું
X

BSP સાંસદ અફઝલ અંસારીની સંસદ સભ્યતા રદ કરવામાં આવી છે. શનિવારે તેને 4 વર્ષની સજા સંભળાવાઈ આવી હતી. તેના ભાઈ માફિયા મુખ્તાર અંસારીને પણ ગાઝીપુરની MP/MLA કોર્ટે ગેંગસ્ટર કેસમાં 10 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે મુખ્તારને 5 લાખ રૂપિયા અને અફઝલને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મુખ્તાર પહેલાંથી જ બાંદા જેલમાં બંધ છે. અગાઉ સાંસદ અફઝલ જામીન પર હતો.

2007માં ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો કૃષ્ણાનંદ રાયની હત્યાના બે વર્ષ પછી અંસારી બંધુઓ સામે ગેંગસ્ટર એક્ટનો કેસ 2007માં નોંધવામાં આવ્યો હતો. આ કેસ રાયની હત્યા પછી થયેલી આગચંપી અને ઉદ્યોગપતિ નંદ કિશોર રૂંગટાના અપહરણ-હત્યા પર આધારિત હતો. કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં કોર્ટે અંસારી બંધુઓને નિર્દોષ જાહેર કર્યા છે. પરંતુ, ગેંગસ્ટર એક્ટનો આ કેસ આનાથી સંબંધિત છે. 23 સપ્ટેમ્બર 2022ના રોજ, બંને ભાઈઓ પર ગેંગસ્ટર એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. આ મામલે નિર્ણય 15 એપ્રિલે આવવાનો હતો. જોકે, જજ રજા પર ગયા હોવાથી સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.

Next Story