/connect-gujarat/media/media_files/p9PnTwkRvLnl8VwnIc41.png)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ખાનગી કંપનીના ઓપન ઇન્ટરવ્યુમાં સર્જાયેલી અવ્યવસ્થાની પરિસ્થિતિ બાદ વધુ એક આ પ્રકારની જ ઘટના મુંબઈથી પ્રકાશમાં આવી છે. એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસિઝ લિ. દ્વારા વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારોની ભીડ ઉમટી પડતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
This is Mumbai's Kalina, where a massive crowd of job seekers emerged as the Air India Airport Services Ltd announced walk-in interviews.
— Vani Mehrotra (@vani_mehrotra) July 16, 2024
The situation soon went out of control and the candidates were asked to leave their CVs and vacate the area.#Mumbai#AIAirportServicespic.twitter.com/vZoLDf40iz
દેશમાં બેરોજગારીની સ્થિતિનો વધુ એક પુરાવો જોવા મળ્યો છે. એરપોર્ટ લોડર્સની ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાતના ભરૂચ બાદ મુંબઈના કલિના વિસ્તારમાં એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસિઝ લિ. દ્વારા આયોજિત વોક-ઈન ઇન્ટરવ્યુમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડતાં વ્યવસ્થા ખોરવાઈ હતી.
ઈન્ટરવ્યૂ માટે પહેલા જવાની હોડમાં યુવાનોએ ધક્કામુક્કી કરતાં અફરાતફરી મચી હતી. એરપોર્ટ લોડર્સ અર્થાત હેન્ડીમેન એરપોર્ટ પર જાળવણી અને સમારકામનું કામ કરે છે. જેના ફોર્મ કાઉન્ટર પર જ ફોર્મ લેવા પડાપડી થઈ હતી. અરજદારો કલાકો સુધી ફૂડ અને પાણી વિના પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.