મુંબઈ એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસીઝના વોક ઇન ઇન્ટરવ્યુમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

દેશમાં બેરોજગારીની સ્થિતિનો વધુ એક પુરાવો જોવા મળ્યો છે. એરપોર્ટ લોડર્સની ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી.

Mumbai WalkInterview Viral Video
New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ખાનગી કંપનીના ઓપન ઇન્ટરવ્યુમાં સર્જાયેલી અવ્યવસ્થાની પરિસ્થિતિ બાદ વધુ એક આ પ્રકારની જ ઘટના મુંબઈથી પ્રકાશમાં આવી છે. એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસિઝ લિ. દ્વારા વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારોની ભીડ ઉમટી પડતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

દેશમાં બેરોજગારીની સ્થિતિનો વધુ એક પુરાવો જોવા મળ્યો છે. એરપોર્ટ લોડર્સની ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાતના ભરૂચ બાદ મુંબઈના કલિના વિસ્તારમાં એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસિઝ લિ. દ્વારા આયોજિત વોક-ઈન ઇન્ટરવ્યુમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડતાં વ્યવસ્થા ખોરવાઈ હતી. 

ઈન્ટરવ્યૂ માટે પહેલા જવાની હોડમાં યુવાનોએ ધક્કામુક્કી કરતાં અફરાતફરી મચી હતી. એરપોર્ટ લોડર્સ અર્થાત હેન્ડીમેન એરપોર્ટ પર જાળવણી અને સમારકામનું કામ કરે છે. જેના ફોર્મ કાઉન્ટર પર જ ફોર્મ લેવા પડાપડી થઈ હતી. અરજદારો કલાકો સુધી ફૂડ અને પાણી વિના પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

  

#viral video #Walk Interview #Mumbai Viral Video #વોક ઇન ઇન્ટરવ્યુ #એર ઇન્ડિયા એરપોર્ટ
Here are a few more articles:
Read the Next Article