બિહારના લખીસરાયમાં અજાણ્યા વાહને ઓટોને મારી જોરદાર ટક્કર, 8 લોકોના મોત

New Update
બિહારના લખીસરાયમાં અજાણ્યા વાહને ઓટોને મારી જોરદાર ટક્કર, 8 લોકોના મોત

બિહારના લખીસરાયમાંથી મોટી ખબર સામે આવી રહી છે. જ્યાં મોટો માર્ગ અકસ્માત થયો છે. જેમાં આઠ લોકોના મોત થવાની ખબર સામે આવી રહી છે. ત્યાં જ દુર્ઘટનામાં 6થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના રામગઢચોક વિસ્તારના બિહરોરા ગામની છે. જણાવવામાં આવી રહ્યું છે કે અજાણ્યા વાહને ઓટોને જોરદાર ટક્કર મારી દીધી જેનાથી ઓટોના ચીથડા ઉડી ગયા. ઘટના લખીસરાય-સિકંદરા મુખ્ય માર્ગ પર બિહરૌરા ગાંમની નજીક બની છે.

જાણકારી અનુસાર ઓટોમાં કુલ 15 લોકો સવાર હતા જેમાંથી 8 લોકોના મોત થયા છે. બાકી ઘાયલોની સ્થિતિ ચિંતાજનક જણાવવામાં આવી રહી છે. ઘાયલ લોકોને સારવાર માટે પટના રેફર કરવામાં આવ્યા છે. ઘટનાની સુચના પર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને ઘાયલોને સારવાર માટે સરદ હોસ્પિટલ મોકરવામાં આવ્યા. આ ઘટનામાં ઓટો ચાલક મનોજ કુમારનું સારવાર વખતે મોત થઈ ગયું છે. હજુ મૃતકોની ઓળખ નથી થઈ. ઘાયલોની ઓળખ થઈ ચુકી છે. ઘટના સ્થળ પર પોલીસ અને લોકોની ભીડ જામી ગઈ હતી.

Latest Stories