/connect-gujarat/media/post_banners/ea648353160d81fca0951a00ce2e412896bb2cfe8d0be5f42ea631b815071ec1.webp)
ભારતનો વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી પાકિસ્તાનમાં માર્યો ગયો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ લશ્કર-એ-તૈયબાના મુખ્ય આતંકવાદી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાનની કરાચીમાં અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી દીધી છે. નોંધનિય છે કે, હંજલા 2016માં પમ્પોરમાં CRPFના કાફલા પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.
આ હુમલામાં 8 જવાનો શહીદ થયા હતા, જ્યારે 22 જવાનો ઘાયલ થયા હતા. આ સાથે હંજલાએ વર્ષ 2015માં જમ્મુના ઉધમપુરમાં BSFના કાફલા પર હુમલાનું આયોજન કર્યું હતું. આ હુમલામાં BSFના 2 જવાન શહીદ થયા હતા જ્યારે 13 BSF જવાનો ઘાયલ થયા હતા. આ હુમલાની તપાસ NIA દ્વારા કરવામાં આવી હતી અને 6 ઓગસ્ટ 2015ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ બંને હુમલામાં હંજાલા પાકિસ્તાનમાં બેસીને આતંકીઓને સૂચના આપી રહ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને પુલવામા વિસ્તારમાં થયેલા આત્મઘાતી હુમલામાં હંજલાએ મોટી ભૂમિકા ભજવી હતી. નવા ભરતી થયેલા આતંકવાદીઓને ખાસ કરીને એવા આતંકવાદીઓને ગેરમાર્ગે દોરવા માટે હંજલાને POKના લશ્કર કેમ્પમાં મોકલવામાં આવ્યો હતો. જેઓ ભારતમાં ઘૂસણખોરી કરીને આતંકવાદી હુમલાઓ કરવાના હતા. અદનાનને લશ્કર કોમ્યુનિકેશન એક્સપર્ટ પણ કહેવામાં આવતો હતો.