અમેરિકામાં વધુ એકવાર ફાયરિંગની બની ઘટના, ચાર લોકોના મોત

New Update
અમેરિકામાં વધુ એકવાર ફાયરિંગની બની ઘટના, ચાર લોકોના મોત

અમેરિકામાં સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ફરી એકવાર ફાયરિંગની ઘટના બની છે. ફાયરિંગમાં 8 લોકોને ગોળી મારવામાં આવી હતી જેમાંથી ચાર લોકોના મોત થયા છે. ઇજાગ્રસ્તોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે, ઘટના બાદ પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. તેણે શા માટે ફાયરિંગ કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ ફાયરિંગની ઘટના પેન્સિલવેનિયા કાઉન્ટીના Philadelphia માં બની હતી. અહીં એક બંદૂકધારીએ ખુલ્લેઆમ ફાયરિંગ શરૂ કરી દીધું. રાજ્ય પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરે બુલેટ પ્રૂફ જેકેટ પહેર્યું હતું. અટકાયત કરાયેલ શંકાસ્પદ હેન્ડગન, રાઈફલ અને અનેક મેગઝીનથી સજ્જ હતો.

એક રિપોર્ટ અનુસાર, જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પણ હુમલાખોર લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોલીસે હુમલાખોર પાસેથી એક રાઈફલ, એક હેન્ડગન અને મેગઝીન જપ્ત કર્યા હતા.

Latest Stories