Connect Gujarat
દેશ

ગુજરાતના આઈએએસ ઓફિસર વિજય નેહરાના પુત્ર આર્યન નેહરાએ સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ

ગુજરાતના આઈએએસ ઓફિસર વિજય નેહરાના પુત્ર આર્યન નેહરાએ સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
X

ગુજરાતના આઈએએસ ઓફિસર વિજય નેહરાના પુત્ર આર્યન નેહરાએ સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. બેસ્ટ મેલ સ્વિમરનો એવોર્ડ જીતનાર ગુજરાતના આર્યન નેહરાએ બુધવારે હૈદરાબાદમાં નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 400 મીટર મેડલે સ્પર્ધામાં વધુ એક રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. આર્યને રેહાન પોંચા દ્વારા 2019માં બનાવલ 4:30.13નો રેકોર્ડ તોડી નાખ્યા હતો અને નવો રકોર્ડ 4:25.62ના સમય સાથે બનાવ્યો હતો.

ગુજરાતના ઉભરતા સ્વિમર આર્યન નેહરાએ વધુ એક રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. એશિયન ગેમ્સની તૈયારી કરતી વખતે, સ્વિમર આર્યન નેહરાએ નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો અને 3 જુલાઈએ અહીં રાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 800 મીટર ફ્રીસ્ટાઈલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો.

Next Story