એશિયન ગેમ્સ 2023 : છઠ્ઠા દિવસના અંત સુધીમાં ભારતે 8 ગોલ્ડ મેડલ સહિત 33 મેડલ જીત્યા

New Update
એશિયન ગેમ્સ 2023 : છઠ્ઠા દિવસના અંત સુધીમાં ભારતે 8 ગોલ્ડ મેડલ સહિત 33 મેડલ જીત્યા

છઠ્ઠા દિવસના અંત સુધીમાં ભારતે એશિયન ગેમ્સમાં કુલ 33 મેડલ જીત્યા છે. જેમાં 8 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયાને 7મા દિવસે પણ મેડલની આશા છે.

એશિયન ગેમ્સ 2023ના છઠ્ઠા દિવસના અંત સુધી ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતીય ખેલાડીઓએ કુલ 33 મેડલ જીત્યા છે. ટીમ ઈન્ડિયાને 8 ગોલ્ડ, 12 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. હવે સાતમા દિવસે પણ ભારત મેડલની આશા રાખશે. શનિવારે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હોકી મેચ રમાશે. બેડમિન્ટનની સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ કોરિયા સાથે થશે. આ મેચ બપોરે રમાશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ટેનિસમાં પણ કોર્ટમાં ઉતરશે.

શનિવારે તમામની નજર ભારતીય ખેલાડીઓ પર રહેશે. ભારતના મુરલી શ્રીશંકર અને જેસવિન એલ્ડ્રિન લાંબી કૂદ માટે મેદાનમાં ઉતરશે. મહિલા હર્ડલ્સમાં જ્યોતિ યારાજી અને નિત્યા રામરાજ પાસેથી આશા રહેશે. જ્યારે મોહમ્મદ અજમલ 400 મીટરની ફાઈનલ મેચ માટે ટ્રેક પર રહેશે. કાર્તિક કુમાર અને કુલવીર સિંહ 10,000 મીટરની ફાઈનલમાં ટકરાશે.

ટીમ ઈન્ડિયાની સ્ટાર એથલીટ મીરાબાઈ ચાનૂ પણ શનિવારે તેની મેચમાં ભાગ લેશે. ચાનુ 49 કિગ્રા વેઈટલિફ્ટિંગમાં પોતાની તાકાત બતાવશે. બિંદિયારાની દેવી 55 કિગ્રા વર્ગ માટે સ્પર્ધા કરશે.

Latest Stories