Connect Gujarat
દેશ

એશિયન ગેમ્સ 2023 : ચીને ભારતીય ફૂટબોલ ટીમને 5-1થી હરાવ્યું

એશિયન ગેમ્સ 2023 : ચીને ભારતીય ફૂટબોલ ટીમને 5-1થી હરાવ્યું
X

એશિયન ગેમ્સ 2023માં ચીને ભારતીય ફૂટબોલ ટીમને 5-1થી કારમી હાર આપી હતી. સુનીલ છેત્રીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ચીન સામે માત્ર એક જ ગોલ કરી શકી હતી. બંને વચ્ચેની આ મેચ હાંગઝોઉના હુઆંગલોંગ સ્પોર્ટ્સ સેન્ટર સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતે હવે આગામી રાઉન્ડમાં પહોંચવા માટે બાંગ્લાદેશ અને મ્યાનમાર સામે જીત મેળવવી પડશે.

મેચનો પ્રથમ ગોલ ચીને કર્યો હતો. તેના માટે જાઓ તિયાનીએ 16મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. રાહુલ કેપીએ ઈન્જરી ટાઈમ (45+1મી મિનિટ)માં ભારત માટે પહેલો ગોલ કરીને મેચને બરાબરી પર પહોંચાડી હતી, પરંતુ બીજા હાફમાં ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ચીને બીજા હાફમાં ચાર ગોલ કરીને મેચ જીતી લીધી હતી. બેઇજુન દાઇએ 51મી મિનિટે ગોલ કર્યો હતો. કિયાનલોંગ તાઓએ 71મી અને 74મી મિનિટમાં ગોલ કર્યા હતા. મેચના અંત પહેલા, ચીને ઇન્જરી ટાઇમ (90+2મી મિનિટ)માં પાંચમો ગોલ કર્યો. તેના માટે હાઓ ફેંગે ગોલ કર્યો હતો.

Next Story