Connect Gujarat
ગુજરાત

માર્ચ માસમાં બેન્ક આટલા દિવસ બંધ રહેશે, ફટાફટ પતાવી લો તમારા કામ

માર્ચ માસમાં બેન્ક આટલા દિવસ બંધ રહેશે, ફટાફટ પતાવી લો તમારા કામ
X

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નવા મહિનાની શરૂઆત સાથે બેંની રજાઓની યાદી બહાર પાડે છે. આજે માર્ચ મહિનાનો પહેલો દિવસ છે. RBI દ્વારા નવા મહિના માટે બેંક હોલિડે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો તમારે આ મહિને બેંક સંબંધિત કોઈ કામ પૂર્ણ કરવાનું હોય તો બેંકોમાં ક્યારે રજાઓ આવશે તે જાણવું ખૂબ જ જરૂરી છે. રજાઓથી વાકેફ રહેવાથી તમે તમારા કામની યોજના સરળતાથી બનાવી શકશોબેંક એક આવશ્યક નાણાકીય સંસ્થા છે. આવી સ્થિતિમાં જો લાંબા સમય સુધી બેંકોમાં રજા હોય તો અનેક મહત્વપૂર્ણ કામો અટવાઈ જાય છે. માર્ચ મહિનામાં દેશના વિવિધ રાજ્યોમાં તહેવારોને કારણે ઘણા દિવસોની રજાઓ રહેવાની છે.મહાશિવરાત્રી, હોળી , ગુડ ફ્રાઈડે અને શનિવાર, રવિવારની રજાઓને કારણે માર્ચમાં કુલ 14 દિવસ બેંક બંધ રહેશે. આ રજાઓ વિવિધ રાજ્યો અનુસાર નક્કી કરવામાં આવે છે.

01 માર્ચ 2024- છપચાર કુટને કારણે આઈઝોલમાં બેંકોમાં રજા રહેશે.

03 માર્ચ 2024- રવિવાર

08 માર્ચ 2024- મહા શિવરાત્રી/ શિવરાત્રીના કારણે અમદાવાદ અને મુંબઈ દેશના મોટાભાગના શહેરોમાં બેંકો બંધ રહેશે.

09 માર્ચ 2024- બીજો શનિવાર

10 માર્ચ 2024- રવિવાર

17 માર્ચ 2024- રવિવાર

22 માર્ચ 2024- બિહાર દિવસના કારણે પટનામાં બેંકો બંધ રહેશે.

23 માર્ચ, 2024- ચોથો શનિવાર

24 માર્ચ 2024- રવિવાર

25 માર્ચ 2024- હોળી/ધુળેટી ના કારણે અમદાવાદ સહિતના શહેરોમાં બેંકોમાં રજા રહેશે.

26 માર્ચ 2024- ભોપાલ, ઇમ્ફાલ, પટનામાં હોળી અથવા યાઓસાંગ દિવસના કારણે બેંકો બંધ રહેશે.

27 માર્ચ 2024- હોળી પર્વની પટનામાં બેંકો બંધ રહેશે. 29 માર્ચ 2024- ગુડ ફ્રાઈડેના કારણે દેશમાં મોટાભાગના શહેરોમાં રજા રહેશે.

Next Story