Connect Gujarat
દેશ

પાવાગઢથી માચી સુધી શનિ- રવિ ખાનગી વાહનો પર પ્રતિબંધ, ટ્રાફિકજામને રોકવા જાહેરનામું બહાર પાડયું

પાવાગઢથી માચી સુધી શનિ- રવિ ખાનગી વાહનો પર પ્રતિબંધ, ટ્રાફિકજામને રોકવા જાહેરનામું બહાર પાડયું
X

ખાનગી વાહનોના લીધે થતાં ટ્રાફિકજામને રોકવા જાહેરનામું બહાર પાડયું : એસટી વિભાગ 20 બસો મૂકશે

પાવાગઢ મંદિર તથા ડુંગર પર નવીનીકરણ થતાં પાવાગઢ ખાતે યાત્રાળુઓનો ભારે ધસારો રહે છે. તહેવાર કે શનિ રવિવારના રજાના દિવસે તળેટીથી માંચી જવાના રોડ પર ખાનગી જીપની અવરજવરથી માંચી ખાતે ભારે ટ્રાફિક જામ થતાં એસટી બસ બંધ કરવાની નોબત આવતા યાત્રાળુઓ ને વધુ ભાડું ચૂકવીને જોખમી મુસાફરી કરવી પડે છે.જેને લઇને પંચમહાલ જીલ્લા મેજ઼િસ્ટ્રેટ આશિષકુમારે પાવાગઢ તળેટી થી માંચી સુધી નું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં પાવાગઢ ખાતે રવિવારે યાત્રાળુઓ મોટી સંખ્યામાં અવર જવર રહેતી હોઈ તેમજ પાવાગઢથી માંચી સુધીનો રસ્તો ખુબ જ વાંકોચૂકો ચઢાણ ઉતરાણવાળો તથા સાંકડો છે.

હાલ ચોમાસુ હોવાથી લોકોની અવર--જવર દરમ્યાન અકસ્માત કે જાનહાનિ ન સર્જાય તે માટે ટ્રાફીકનું નિયમન કરવું જરૂરી છે. જેથી પાવાગઢ તળેટીથી માંચી સુધીના રૂટ ઉપર જાહેરનામું પ્રસિધ્ધ કર્યા થી બે માસ એટલે કે તા. 7/9/2023 દરમ્યાન આવતાં તમામ શુક્રવારના 24.00 કલાકથી રવિવારના 19.00 કલાક સુધી તળેટીથી માંચી સુધી જવાના રસ્તા ટ્રક, ટેક્ષી, ઓટો રિક્ષા, જીપ, ટુ વ્હીકલ સહિત ખાનગી ભારે તથા હળવા વાહનો અવર જવર કરી શકાશે નહિ, કોઈપણ પ્રકારના વાહનો અથવા પશુઓ દ્વારા સાધન સામગ્રી, ચીજ વસ્તુઓનું વહન કરી શકાશે નહિં.નહિ, કોઈપણ પ્રકારના વાહનો અથવા પશુઓ દ્વારા સાધન સામગ્રી, ચીજ વસ્તુઓનું વહન કરી શકાશે નહિં. હાલોલ ટીમ્બી ત્રણ રસ્તાથી, જેપુરા ચોકડી, વડાતળાવ ચોકડી, પીંકવા ચોકડી તેમજ ધનકુવા ચોકડીથી પાવાગઢ ખાતે પ્રવેશતા ખાનગી ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ રહેશે. વાહનોનું પાર્કિંગ પંચમહોત્સવ વાળી ખાલી જગ્યાએ અને એસ.ટી. બસનો પોઈન્ટ વડાતળાવ રાખવો તથા એસ.ટી.બસો, સરકારી વાહનોને લાગુ પડશે નહિં. એસટી નિયામકે જણાવ્યુ હતુ કે એસટી નિગમ દ્વારા યાત્રાળુઓ માટે વધુ 20 બસો શરૂ કરવામાં આવશે.

Next Story