Connect Gujarat
દેશ

બીજા તબક્કાના મતદાન પહેલા ભાજપે પક્ષ વિરોધી કાર્ય કરવા બદલ અનેક હોદ્દેદારોને કર્યા સસ્પેન્ડ

ચૂંટણી પહેલા જ પંચમહાલ ભાજપની મોટી કાર્યવાહી સામે આવી

બીજા તબક્કાના મતદાન પહેલા ભાજપે પક્ષ વિરોધી કાર્ય કરવા બદલ અનેક હોદ્દેદારોને કર્યા સસ્પેન્ડ
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર આવતીકાલે મતદાન થવાનો છે. બીજા તબક્કાના મતદાન પહેલા રાજકીય માહોલ સતત જામી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ એક બીજા પર આક્ષેપો કરી રહી છે તો બીજી તરફ પક્ષ વિરોધી કાર્ય કરવા બદલ કાર્યવાહી પણ કરવામાં આવી છે. ચૂંટણી પહેલા જ પંચમહાલ ભાજપની મોટી કાર્યવાહી સામે આવી છે.



ચૂંટણી પહેલા જ પંચમહાલ ભાજપની મોટી કાર્યવાહી સામે આવીછે. પૂર્વ જિલ્લા પ્રમુખ સહિત કુલ 6 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પૂર્વ જિલ્લા પ્રમુખ જસવંતસિંહ સોલંકી સહિત 6 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે. હાલોલ અને જાંબુઘોડા વિસ્તારના સક્રિય કાર્યકર્તાઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે

Next Story