/connect-gujarat/media/post_banners/8b906fe076e32834a85d59be0a8d6aac68cb9d25c0650230d227a98f7b686c7a.jpg)
ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કાર્યવાહી
ચોમાસામાં જર્જરિત મકાનો પડવાની ઘટનામાં વધારો
મનપાએ જર્જરિત મકાનોના વૈકલ્પિક કનેક્શન કાપ્યા
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના કુલ 348 બ્લોક આવેલ છે. જેમાં 4950 મકાનો છે, ત્યારે આ બ્લોકમાં 86 જેટલા બ્લોક જર્જરીત અવસ્થામાં આવી ગયા છે. જેમાં જીવના જોખમે લોકો રહેવા મજબૂર બન્યા છે, ત્યારે ભાવનગરમાં આનંદનગર, ગાયત્રીનગર અને ભરતનગર સહિતના હાઉસિંગ બોર્ડના અનેક બ્લોકના કાટમાળ ધરાશાયી થયા હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે. તાજેતરમાં જ આનંદનગર વિસ્તરમાં એક બ્લોકનો એક બાજુનો ભાગ ધરાશાયી થયો હતો.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નોહતી, ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશન દર વર્ષે ચોમાસા પહેલા જર્જરીત મિલકતોને નોટિસ આપી ભયમુક્ત કરવા સુચના આપે છે, પરંતુ મિલકત ધારકો તેને અવગણે છે. તંત્ર પણ ક્યારેક નિષ્ક્રિય રહે છે, અને દુર્ઘટના સર્જાય છે, ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જર્જરીત મકાનોને ખાલી કરાવવા માટે મહાનગરપાલિકાને મકાનોના વૈકલ્પિક કનેક્શન અને લાઈટ કાપી કાર્યવાહી કરવા જણાવ્યુ હતું. જેને લઈને ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવા આવી હતી. જેમાં 1 હજાર જેટલા મકાનો ભયભીત પરિસ્થિતિમાં થતા મહાનગર પાલિકાએ વૈકલ્પિક કનેક્શન કાપી નાંખી કાર્યવાહી કરતાં અન્ય જર્જરિત મિલકત ધારકોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે.