Connect Gujarat
ગુજરાત

ભાવનગર : પગપાળા રાજપરા જતાં સંઘ પર ટ્રક ફરી વળ્યો, 3 પદયાત્રીઓના ઘટના સ્થળે મોત...

X

મોતની ચિચિયારીઓથી ભાવનગર-અમદાવાદ હાઇવે ગુંજી ઉઠ્યો

રાજપરા દર્શને જતાં પગપાળા સંઘના પદયાત્રીઓ આવ્યા અડફેટે

ટ્રક ફરી વળતાં 3 પદયાત્રીઓના ઘટના સ્થળે જ નિપજ્યાં મોત

અકસ્માતમાં 4 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

પોલીસે અકસ્માતે મોતનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

ભાવનગર નજીક સનેશના પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં વરસોલા પગપાળા સંઘના 7 લોકોને કચડી નાખતા 3 પદયાત્રીઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે 4 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

છેલ્લા 37 વર્ષથી ખેડાના વરસોલાના 40 યાત્રાળુઓનો સંઘ ચૈત્રી નવરાત્રીમાં ભાવનગર રાજપરા ખોડિયાર માતાના મંદિરે દર્શને પગપાળા આવતો હોય છે, ત્યારે આ સંઘના 35થી વધુ લોકો અલગ અલગ ટુકડીઓમાં ચાલતા હતા, અને ખુલ્લા પગે ચાલતા હોવાથી રાત્રેના સમયે ચાલવાનું વધારે સરળ ગણતા આ સંઘના લોકો ગત રાત્રી ગણેશગઢ રોકાણ કરી મોડી રાત્રે ત્યાંથી પ્રસ્થાન કરી સનેસ પોલીસ સ્ટેશન નજીક પહોંચ્યા હતા, ત્યારે 7 યાત્રિકોનું એક ગ્રુપ સનેસ ગામ નજીક હાઇવે પર ખોડિયાર હોટલ નજીક પેટ્રોલ પમ્પ સામે પહોચ્યું, ત્યારે ભાવનગર તરફ આવતા ટ્રક ચાલકે સાતેય પદયાત્રિકોને અડફેટે લેતા 3 પદયાત્રીઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 4 પદયાત્રિકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક પદયાત્રીની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે મૃતકોના પરિજનો પણ ભાવનગર દોડી આવ્યા હતા. તો બીજી તરફ, પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story