બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીનું નિધન થયું છે. તેમણે દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી ગળાના કેન્સરથી પીડિત હતા બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હાએ સોશિયલ મીડિયા X પર લખ્યું, ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ મોદી હવે આપણી વચ્ચે નથી રહ્યા. સમગ્ર ભાજપ સંગઠન પરિવાર તેમજ મારા જેવા અસંખ્ય કાર્યકર્તાઓ માટે આ એક ન પુરી શકાય તેવી ખોટ છે. તેમની સંસ્થાકીય કુશળતા, વહીવટી સમજ અને સામાજિક-રાજકીય વિષયોના તેમના ઊંડા જ્ઞાન માટે તેઓ હંમેશા યાદ રહેશે. દુ:ખની આ ઘડીમાં પરમાત્મા દિવંગત આત્માને શાશ્વત શાંતિ આપે અને પરિવારને શક્તિ આપે.
આ વર્ષે 3 એપ્રિલના રોજ તેમણે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે તે કેન્સરથી પીડિત છે. તેમણે લખ્યું હતું કે- હું છેલ્લા 6 મહિનાથી કેન્સર સાથે સંઘર્ષ કરી રહ્યો છું. હવે મને લાગ્યું કે લોકોને કહેવાનો સમય આવી ગયો છે. હું લોકસભાની ચૂંટણીમાં કંઈ કરી શકીશ નહીં. પીએમને બધુ જ જણાવવામાં આવ્યું છે. દેશ, બિહાર અને પાર્ટીનો આભાર અને હમેશાં સમર્પિત. ગળામાં દુખાવાની ફરિયાદ પર ટેસ્ટ કરાવ્યા બાદ તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું.