Connect Gujarat
દેશ

બિહારના પૂર્વ ડે.સી.એમ.સુશીલ મોદી પંચમહાભૂતમાં વિલીન,રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય

બિહારના પૂર્વ ડે.સી.એમ.સુશીલ મોદી પંચમહાભૂતમાં વિલીન,રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય
X

બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ મોદી પંચમહાભૂતમાં વિલીન થયા. મંગળવારે મોડી સાંજે પટનામાં તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.મંગળવારે બપોરે લગભગ 2.20 વાગ્યે સુશીલ મોદીના પાર્થિવ દેહને દિલ્હીથી પટના એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. એરપોર્ટ પર તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અંતિમ દર્શન માટે પાર્થિવદેહને ફૂલોથી શણગારેલી પોલીસ વાનમાં તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો.આ પછી તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે આરએસએસ કાર્યાલય, વિધાન પરિષદ અને ભાજપ કાર્યાલયમાં લાવવામાં આવ્યો હતો.

તેમના પાર્થિવદેહને ભાજપ કાર્યાલયથી દીઘા ઘાટ પર લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર દીઘા ઘાટ પર જ કરવામાં આવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સુશીલ કુમાર મોદીના પાર્થિવદેહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.સુશીલ મોદીનું સોમવારે સાંજે દિલ્હી AIIMSમાં સારવાર દરમિયાન મોત થયું હતું. તેઓ 72 વર્ષના હતા. લગભગ 7 મહિના પહેલા ગળામાં દુખાવાની ફરિયાદ પર તેમણે એક ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. તેમની દિલ્હી AIIMSમાં સારવાર ચાલી રહી હતી.

Next Story