આજે ભાજપ જાહેર કરી શકે છે વધુ એક લિસ્ટ, સાંજે યોજાશે મોટી બેઠક

New Update
આજે ભાજપ જાહેર કરી શકે છે વધુ એક લિસ્ટ, સાંજે યોજાશે મોટી બેઠક

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો અંગે મંથન કરી રહ્યા છે. આ તરફ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની બીજી યાદી આજે એટલે કે રવિવારે (10 માર્ચ, 2024) આવી શકે છે. BJPની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)ની એક બેઠક સાંજે 6 વાગ્યાની આસપાસ યોજાવાની છે, જેમાં બીજી યાદીમાં સામેલ કરવા માટેના નામો પર ચર્ચા થઈ શકે છે.

સૂત્રોનું માનીએ તો પાર્ટીના ઉમેદવારોની બીજી યાદીમાં 150 નામ હોઈ શકે છે.મહત્વનું છે કે, બીજી યાદીના ઉમેદવારોના નામ પર વિચાર મંથન કરવા શનિવારે (9 માર્ચ, 2024) પાર્ટીની એક મોટી બેઠક યોજાઈ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, બેઠક દરમિયાન રાજ્યવાર ઉમેદવારોના નામોની પેનલ પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે ભાજપની કોર કમિટીની બેઠકમાં પાર્ટી ચીફ જેપી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ હાજર રહ્યા હતા. બેઠકમાં રાજ્યના ચૂંટણી પ્રભારીઓ, સહ-ચૂંટણી પ્રભારીઓ, પ્રદેશ પ્રમુખો અને રાજ્ય કોર કમિટીના મહત્વના નેતાઓ પણ દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. 

Latest Stories