ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યસભાના સભ્ય પદેથી આપ્યું રાજીનામું

New Update
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યસભાના સભ્ય પદેથી આપ્યું રાજીનામું

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશથી રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે કારણ કે તાજેતરમાં તેઓ ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયાં હતા તેથી તેમણે હિમાચલના સાંસદ તરીકે રાજીનામું આપ્યું હતું તેથી હવે તેઓ ગુજરાતમાંથી સાંસદ તરીકે ચાલુ રહેશે.



રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડેએ નડ્ડાનું રાજીનામું સ્વીકારી લીધું છે. રાજ્યસભાના સંસદીય બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, "હિમાચલ પ્રદેશ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ (રાજ્યસભા)ના ચૂંટાયેલા સભ્ય જગત પ્રકાશ નડ્ડાએ રાજ્યસભામાં તેમની બેઠક પરથી રાજીનામું આપ્યું હતું અને તેમનું રાજીનામું 4 માર્ચે રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.

જેપી નડ્ડા રાજ્યસભાના 57 સાંસદોમાંના એક છે જેમનો કાર્યકાળ એપ્રિલમાં પૂરો થાય છે. આ પછી તેઓ ગુજરાત બેઠક પરથી રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેશે. ગુજરાતમાંથી ભાજપના ચાર સાંસદ રાજ્યસભામાં ચૂંટાયા છે.

#India #ConnectGujarat #BJP president JP Nadda #Rajya Sabha member
Latest Stories