CM યોગી, કોહલી, સહિત દેશની ટોપ હસ્તીઓના ટ્વિટર હેન્ડલ પરથી બ્લૂ ટિક ગાયબ થયાં, વાંચો શું છે કારણ

CM યોગી, કોહલી, સહિત દેશની ટોપ હસ્તીઓના ટ્વિટર હેન્ડલ પરથી બ્લૂ ટિક ગાયબ થયાં, વાંચો શું છે કારણ
New Update

માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના સીઈઓ એલન મસ્કની જાહેરાત મુજબ લેગેસી વેરિફાઈડ એકાઉન્ટ પરથી બ્લૂ ટિક હટાવી લેવામાં આવ્યા છે. જેના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, ક્રિકેટર વિરાટ કોહલી, અભિનેતા શાહરૂખ ખાન સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓના બ્લૂ ચેક માર્ક હટાવી દેવામાં આવ્યા છે.

ટ્વિટરના નવા નિયમો અનુસાર, હવે તેમનું પ્લેટફોર્મ ફક્ત તે લોકોને જ બ્લૂ ચેક માર્ક આપશે જે ટ્વિટર બ્લૂ માટે ચૂકવણી કરે છે. કંપનીના માલિક મસ્કે ઘણા મહિનાઓ પહેલા આ અંગેની જાહેરાત કરી હતી, તેમણે કહ્યું હતું કે 20 એપ્રિલ પછી જે એકાઉન્ટ્સે પેઇડ સબસ્ક્રિપ્શન લીધું નથી તેમાંથી બ્લૂ ટિક દૂર કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જો બ્લૂ ટિકની જરૂર હોય તો તેના માટે માસિક ચાર્જ ચૂકવવો પડશે.

ટ્વિટરે 31 માર્ચના રોજ જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં તેમની કંપની લેગેસી વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લૂ ટિકને હટાવી દેશે, પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર તે બ્લૂ ટિકને હટાવી શક્યા નહોતા પરંતુ બાદમાં તેમના એક ટ્વીટમાં મસ્કે જણાવ્યું હતું કે, 20 એપ્રિલથી લેગેસી વેરિફાઈડ એકાઉન્ટની સામે બ્લૂ ચેક માર્ક ટ્વિટર પરથી દૂર કરવામાં આવશે. જો કે ભારતમાં કોઈ મોટી સેલિબ્રિટીએ સમાચાર લખ્યા ત્યાં સુધી તેની બ્લૂ ટિક હટાવવા અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

#India #Celebrities #Kohli #CM Yogi #disappear #Blue ticks #Twitter handles
Here are a few more articles:
Read the Next Article