નવી દિલ્હી સીએએ લાગુ કરાયા પછી કેન્દ્ર સરકારે અરજી કરવા વેબ પોર્ટલ indiancitizenshiponline.nic.in લોન્ચ કર્યું છે. તેમાં 31 ડિસેમ્બર, 2014 પહેલાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફ્ઘાનિસ્તાનતી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી મળીને 6 લઘુમતી સમાજના પ્રવાસીઓ નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી શકશે.
પોર્ટલ પર કેટલાક સવાલોના જવાબો અને 50 રૂપિયાની ફી ભરવાની રહેશે. ત્યાર પછી અરજી મળશે. અરજીની સાથે સંબંધિત દેશના 9 પૈકી કોઈ એક દસ્તાવેજની નકલ અપલોડ કરવાની રહેશે. પછી પ્રિન્ટ લઈને નિશ્ચિત અધિકારી પાસે જવાનું રહેશે. ત્યાં દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવશે. ભારત આવવા માટે જરૂરી એવા 20 પ્રકારના દસ્તાવેજમાંથી કોઈ એક રજૂ કરવો પડશે.