Chandrayaan-3 Mission: ચંદ્રયાન-3 એ ચંદ્રની ભ્રમણકક્ષામાં કર્યો પ્રવેશ

New Update
Chandrayaan-3 Mission: ચંદ્રયાન-3 એ ચંદ્રની ભ્રમણકક્ષામાં કર્યો પ્રવેશ

ચંદ્રયાન 3 ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શનિવારે (5 ઓગસ્ટ) જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશી ચૂક્યું છે. ઈસરોએ શુક્રવાર (4 ઓગસ્ટ)ના રોજ જણાવ્યું હતું કે સ્પેસક્રાફ્ટને ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવાની પ્રક્રિયા 5 ઓગસ્ટના રોજ સાંજે 7 વાગ્યે પૂર્ણ થશે.




ઈસરોએ શુક્રવારે કહ્યું કે ચંદ્રયાન-3 અવકાશયાન 14 જુલાઈના રોજ લોન્ચ થયા બાદથી ચંદ્રના લગભગ બે તૃતીયાંશ અંતરને કવર કરી ચૂક્યું છે. અત્યાર સુધીમાં ચંદ્રયાન-3 એ પાંચ વખત ભ્રમણકક્ષા વધારવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

Latest Stories