ચેન્નઈ : મિચોંગ વાવાઝોડાએ મચાવી તબાહી, સુપરસ્ટાર રજનીકાંતના ઘરમાં ઘૂસ્યું પાણી, પરિવારે કરાયો અન્ય જગ્યાએ શિફટ...

રજનીકાંતના ઘરમાં પાણીનો જે વિડીયો છે તેને એક ફેને શુટ કર્યો છે. તેને જોઈને બધા લોકો દુખ વ્યકત કરી રહ્યા છે

New Update
ચેન્નઈ : મિચોંગ વાવાઝોડાએ મચાવી તબાહી, સુપરસ્ટાર રજનીકાંતના ઘરમાં ઘૂસ્યું પાણી, પરિવારે કરાયો અન્ય જગ્યાએ શિફટ...

ચક્રવાત મિચોંગે તામિલનાડુ, ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી દીધી છે. જનજીવન પણ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે અને લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. ત્યારે સુપરસ્ટાર રજનીકાંતનું ઘર પણ આ તબાહીમાં બાકી રહ્યું નથી. ચેન્નઈમાં પોષ વિસ્તારમાં આવેલા રજનીકાંતના ઘરમાં પાણી ભરાય ગયું હતું.

જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જો કે પાણી ભરાયા સમયે રજનીકાંત પોતાના ઘરે ના હતા અને હાલમાં તેમનો પરિવાર પણ હાલમાં અન્ય જગ્યાએ શિફટ થઈ ગયો છે. રજનીકાંતના ઘરમાં પાણીનો જે વિડીયો છે તેને એક ફેને શુટ કર્યો છે. તેને જોઈને બધા લોકો દુખ વ્યકત કરી રહ્યા છે. ફેન્સ પણ હેરાન છે કે થલાઈવા પણ પૂરની સ્થિતિમાં ફસાયા છે.

Latest Stories