Connect Gujarat
દેશ

ચીનના ન્યૂઝપેપર ગ્લોબલ ટાઈમ્સે ભારત અને વડાપ્રધાન મોદીની કરી પ્રશંસા,જાણો શું કહ્યું

ચીનના ન્યૂઝપેપર ગ્લોબલ ટાઈમ્સે ભારત અને વડાપ્રધાન મોદીની કરી પ્રશંસા,જાણો શું કહ્યું
X

ચીનના ન્યૂઝપેપર ગ્લોબલ ટાઈમ્સે ભારત અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. ગ્લોબલ ટાઇમ્સમાં ફૂડન યુનિવર્સીટીના સેન્ટર ફોર સાઉથ એશિયનના ડાયરેક્ટર Zhang Jiadongએ લખ્યું હતું કે ભારતે આર્થિક વિકાસ અને સામાજિક શાસનમાં ઉત્તમ પરિણામો હાંસલ કર્યા છે.

તેમણે કહ્યું હતું કે "મેં તાજેતરમાં બે વખત ભારતની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન મેં જોયું કે ભારતની સ્થાનિક અને વિદેશી પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. ભારતે આર્થિક વિકાસ અને સામાજિક શાસનમાં સારા પરિણામો પ્રાપ્ત કર્યા છે. ભારતની પાવર સ્ટ્રેટેજી તે સ્વપ્નમાંથી વાસ્તવિકતા તરફ આગળ વધી છે. જો કે , કેટલાક સંભવિત જોખમ અને સંકટો પણ ઉભરી આવ્યા છે.

'અર્થતંત્રે ગતિ પકડી'

"એક તરફ ભારતે આર્થિક વિકાસ અને સામાજિક શાસનમાં મહાન સિદ્ધિઓ હાંસલ કરી છે. બીજી તરફ તેની અર્થવ્યવસ્થાએ પણ વેગ પકડ્યો છે અને તે સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક બનવાના માર્ગ પર છે," તેમણે કહ્યું હતું કે દરમિયાન, નવી દિલ્હીએ શહેરી શાસનમાં પણ પ્રગતિ કરી છે. જો કે, અહીં ધુમ્મસ હજુ પણ ગંભીર છે. પ્લેનમાંથી ઉતરતી વખતે જે ગંધ પહેલા અનુભવાતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે. આ દર્શાવે છે કે નવી દિલ્હીમાં વાતાવરણમાં પણ સુધારો થયો છે.

Next Story