સિક્કિમમાં વાદળ ફાટવાથી પૂર આવ્યું,23 સૈનિકો ગુમ

New Update
સિક્કિમમાં વાદળ ફાટવાથી પૂર આવ્યું,23 સૈનિકો ગુમ

સિક્કિમમાં આજે વહેલી સવારે વાદળ ફાટવાના કારણે તિસ્તા નદીમાં અચાનક પૂર આવવાથી 23 સૈનિકો ગુમ થઈ ગયા છે. સંરક્ષણ પીઆરઓ અનુસાર, આજે સવારે લોનાક તળાવ પર વાદળ ફાટવાને કારણે લાચેન ખીણમાં તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું.નદીને અડીને આવેલા વિસ્તારમાં આર્મી કેમ્પ હતા, જે પૂરમાં તણાઈ જતાં ધોવાઈ ગયા છે. ગુવાહાટીના સંરક્ષણ પીઆરઓએ કહ્યું- પાણીમાં અચાનક વધારો થવાને કારણે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવું પડ્યું.

આ પછી તિસ્તા નદીને અડીને આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી અચાનક 15-20 ફૂટ સુધી વધી ગયું હતું. અહીં સિંગથામ નજીક બરડાંગમાં પાર્ક કરાયેલા આર્મીના વાહનો ડૂબી ગયા હતા. ગુવાહાટીના ડિફેન્સ પીઆરઓએ જણાવ્યું કે દુર્ઘટના બાદ લાપતા સેનાના જવાનોની શોધ માટે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલા સિક્કિમમાં 16 જૂને પણ વાદળ ફાટ્યું હતું. અહીં પાક્યોંગમાં ભૂસ્ખલન અને પછી વાદળ ફાટવાના કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે અનેક લોકો પ્રભાવિત થયા હતા.

Read the Next Article

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિસ્તરણને આપી મંજૂરી, ૨૫ લાખ મહિલાઓને નવા અને મફત LPG કનેક્શન આપવામાં આવશે

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)ના વિસ્તરણને મંજૂરી આપી છે, જેના હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન દેશભરમાં ૨૫ લાખ મહિલાઓને

New Update
lpg ges

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)ના વિસ્તરણને મંજૂરી આપી છે, જેના હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન દેશભરમાં ૨૫ લાખ મહિલાઓને નવા અને મફત LPG કનેક્શન આપવામાં આવશે.

આ નિર્ણય મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું પગલું છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે આ વિસ્તરણથી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સંખ્યા વધીને ૧૦.૬૦ કરોડ થશે. સરકાર દરેક કનેક્શન માટે ₹૨,૦૫૦નો ખર્ચ કરશે, જેમાં ગેસ સિલિન્ડર, સ્ટવ અને રેગ્યુલેટર જેવી ચીજો વિનામૂલ્યે મળશે.

નવરાત્રિના શુભ અવસરે, કેન્દ્ર સરકારે દેશની મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને મહિલા સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા ગણાવ્યો છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે આ નિર્ણયથી માતા દુર્ગા સમાન મહિલાઓનું સન્માન થશે. આ ૨૫ લાખ નવા કનેક્શન સાથે, ઉજ્જવલા યોજનાના કુલ લાભાર્થીઓની સંખ્યા વધીને ૧૦.૬૦ કરોડ થશે. સરકાર દરેક કનેક્શન પર ₹૨,૦૫૦નો ખર્ચ કરશે. આ ખર્ચમાં LPG સિલિન્ડર, ગેસ સ્ટવ અને રેગ્યુલેટરનો સમાવેશ થાય છે, જે લાભાર્થીને સંપૂર્ણપણે મફતમાં મળશે.

હાલમાં, કેન્દ્ર સરકાર PMUYના ૧૦.૩૩ કરોડથી વધુ લાભાર્થીઓને ₹૩૦૦ની સબસિડી પણ આપી રહી છે. આ સબસિડીના કારણે ઉજ્જવલા યોજનાના સિલિન્ડર માત્ર ₹૫૫૩માં મળે છે, જે વિશ્વના LPG ઉત્પાદક દેશો કરતાં પણ ઓછો ભાવ છે. આ વિસ્તરણ મહિલાઓના સ્વાસ્થ્ય અને આર્થિક સશક્તિકરણને વધુ મજબૂત બનાવશે.

Latest Stories