સિક્કિમમાં વાદળ ફાટવાથી પૂર આવ્યું,23 સૈનિકો ગુમ

સિક્કિમમાં વાદળ ફાટવાથી પૂર આવ્યું,23 સૈનિકો ગુમ
New Update

સિક્કિમમાં આજે વહેલી સવારે વાદળ ફાટવાના કારણે તિસ્તા નદીમાં અચાનક પૂર આવવાથી 23 સૈનિકો ગુમ થઈ ગયા છે. સંરક્ષણ પીઆરઓ અનુસાર, આજે સવારે લોનાક તળાવ પર વાદળ ફાટવાને કારણે લાચેન ખીણમાં તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું.નદીને અડીને આવેલા વિસ્તારમાં આર્મી કેમ્પ હતા, જે પૂરમાં તણાઈ જતાં ધોવાઈ ગયા છે. ગુવાહાટીના સંરક્ષણ પીઆરઓએ કહ્યું- પાણીમાં અચાનક વધારો થવાને કારણે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવું પડ્યું.

આ પછી તિસ્તા નદીને અડીને આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી અચાનક 15-20 ફૂટ સુધી વધી ગયું હતું. અહીં સિંગથામ નજીક બરડાંગમાં પાર્ક કરાયેલા આર્મીના વાહનો ડૂબી ગયા હતા. ગુવાહાટીના ડિફેન્સ પીઆરઓએ જણાવ્યું કે દુર્ઘટના બાદ લાપતા સેનાના જવાનોની શોધ માટે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલા સિક્કિમમાં 16 જૂને પણ વાદળ ફાટ્યું હતું. અહીં પાક્યોંગમાં ભૂસ્ખલન અને પછી વાદળ ફાટવાના કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે અનેક લોકો પ્રભાવિત થયા હતા.

#India #ConnectGujarat #Sikkim #soldiers missing #Cloudburst
Here are a few more articles:
Read the Next Article