Connect Gujarat
દેશ

કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક પૂર્ણ, 6 રાજ્યોની 62 બેઠકોના ઉમેદવારોના નામ પર થયુ મંથન

કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક પૂર્ણ, 6 રાજ્યોની 62 બેઠકોના ઉમેદવારોના નામ પર થયુ મંથન
X

દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થઈ છે. જેમા 6 રાજ્યોની 62 બેઠકોના ઉમેદવારો પર ચર્ચા થઈ છે. આજે કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે. બીજી યાદીમાં ગુજરાત કોંગ્રેસના 24 બેઠકોના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવશે. આ સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને આસામ સહિતના રાજ્યોની સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળી હતી.

ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની જો વાત રકરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ અને વલસાડ, અમદાવાદ પશ્ચિમ અને પોરબંદર બેઠકોના ઉમેદવારોના નામોની જાહેરાત થઈ શકે છે. દિલ્હીમાં ચાલી રહેલી CECની બેઠક દરમિયાન જ પોરબંદરથી લલિત વસોયાને ચૂંટણી લડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. હાઈકમાન્ડનો લલિત વસોયા પર ફોન ગયો હતો અને તેમને પોરબંદરથી ભાજપના મનસુખ માંડવિયા સામે ચૂંટણી લડવા માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સહિત બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરનું નામ નિશ્ચિત છે. વલસાડથી અનંત પટેલ, પાટણથી ચંદનજી ઠાકોરને ચૂંટણી લડવાનું કહી દેવામાં

Next Story