New Update
/connect-gujarat/media/post_banners/b92603410d1c61a89c71b3bef17c1169c9397ebce1a6f0e06fecd41e425bf8f6.webp)
ગુજરાતમાં કોરોના ફરીથી માથું ઉંચકી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 90 કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં 49 કેસ નોંધાયા છે, એટલે કે અડધાથી વધારે કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોનાના કુલ 336 એક્ટિવ છે અને 5 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 49, મહેસાણામાં 10, રાજકોટ કોર્પોરેશનમાં 8, સુરત કોર્પોરેશનમાં 6, સાબરકાંઠામાં 5, વડોદરા કોર્પોરેશનમાં 5, પોરબંદરમાં 2, રાજકોટમાં 2, અમદેલી, ભરૂચ અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 1154 લોકોએ રસીના ડોઝ લીધા છે.