/connect-gujarat/media/post_banners/2c4de7fc6e9a4c379d13a0bfc843c613ad6eaf73d0f38d34b2fb2e8426b2fe46.jpg)
ખંડણી માંગનાર આરોપીના ફોનમાંથી પોલીસને મળી માહિતી
પોલીસને ફોનમાં 2 શખ્સો વચ્ચે થયેલી વાતચીત જોવા મળી
નકલી ચલણી નોટો અંગે ભાંડો ફૂટતા 2 શખ્સોની કરી ધરપકડ
દાહોદ જિલ્લામાં થોડા દિવસો અગાઉ રૂ. 90 લાખની ખંડણી માંગવાના મામલે મહિલા સહીત 3 આરોપીઓ પોલીસના ધક્કે ચડ્યા હતા. જેમાંથી એક ધવલ પરમાર નામના મુખ્ય આરોપીપાસેના મોબાઈલ ફોનને ફોરેન્સિક રીપોર્ટ માટે પોલીસે મોકલ્યો, ત્યારે ફોરેન્સિક રિપોર્ટમાં ખંડણી માંગનાર બીજો આરોપી અનીલ પરમાર સાથે નકલી નોટો હોવાની વાતચીત જાણવા મળી હતી, ત્યારે પોલીસે ઉંડાણપૂર્વક અને ટેક્નિકલ સોર્સના માધ્યમથી તપાસ કરતા 2 ઈસમોની સંડોવણી હોવાનું જણાઈ આવ્યું હતું,
ત્યારે SOG પોલીસે વોચ ગોઠવી તેમની તપાસમાં જોતરાતા બાતમી મળી હતી કે, કતવારા ગામે 2 ઈસમો નકલી નોટો લઈને બજારમાં આવી રહ્યા છે. તેવી બાતમીના આધારે SOG પોલીસે વોચ દરમિયાન બાતમીવાળા 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસને બન્ને ઈસમો પાસેથી ભારતીય અર્થ તંત્રને નુકશાન પહોંચાડતી કલર ઝેરોક્ષવાળી રૂ. 500ના દરની 1,015 નંગ નકલી ચલણી નોટ જેની કુલ કિંમત રૂ. 5,07,500 રૂપિયા થવા જાય છે, ત્યારે નકલી ચલણી નોટ છાપનાર દાહોદના કલેશ ટીટુ સંગાડા અને મંગળીયા મનુ ડામોરની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.