દિલ્હી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષી નેતા બનાવવાની માંગ

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું- જ્યાં પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા પસાર થઈ છે ત્યાં પાર્ટીની સીટો વધી છે

New Update
દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી,

કોંગ્રેસ કાર્યકારી સમિતિની મળી બેઠક

મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યા

કોંગ્રેસના વર્કિંગ કમિટીના સભ્યોને આપી હાજરી

રાહુલ ગાંધીને વિપક્ષ નેતા બનાવવાની માંગ કરાઇ

 લોકસભા 2024 ની ચૂંટણી બાદ પ્રથમ વખત કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આજરોજ અશોક હોટલમાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાઇ હતી. કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક દિલ્હીની અશોક હોટલમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં સોનિયા ગાંધીરાહુલ ગાંધીપ્રિયંકા ગાંધી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું- જ્યાં પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા પસાર થઈ છે ત્યાં પાર્ટીની સીટો વધી છે. બેઠકમાં ચૂંટણીના પરિણામોની ચર્ચા કરવામાં આવી રહી છે. બેઠકમાં રાહુલ ગાંધીને સંસદીય દળના નેતા અને વિપક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવી શકે છે.

દિલ્હીમાં CWCની બેઠક પહેલા કોંગ્રેસના સાંસદોએ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાની માંગ કરી છે. કોંગ્રેસ નેતા જગદીશ શર્માએ કહ્યું, 'હું અને કોંગ્રેસના તમામ નેતાઓ માંગ કરીએ છીએ કે રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવે. સાંજે 5.30 કલાકે સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસના લોકસભા અને રાજ્યસભાના સાંસદોની બેઠક મળશે. ખડગે અશોક હોટલમાં પાર્ટીના નેતાઓ માટે ડિનરનું પણ આયોજન કરશે.

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આજે ચોથો દિવસ (શનિવાર8 જૂન) છે. આવતીકાલે એટલે કે 9મી જૂને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. ઉપરાંત, I.N.D.I.A. ગઠબંધનમાં પણ બેઠકોનો સિલસિલો ચાલુ છે. આ સાથે સમાજવાદી પાર્ટીની બેઠક પણ યોજાવાની છે. જેમાં પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ પોતાના નવા સાંસદોને મળશે.

Latest Stories