DGCAએ એરલાઇન્સની સુવિધા વધારવા એક મહત્વપૂર્ણ SOP કરી જાહેર

DGCAએ એરલાઇન્સની સુવિધા વધારવા એક મહત્વપૂર્ણ SOP કરી જાહેર
New Update

DGCAએ એરલાઇન્સની સુવિધા વધારવા માટે એક મહત્વપૂર્ણ SOP બહાર પાડી છે. ઈન્ડિગો ફ્લાઈટની ઘટના સામે આવ્યા બાદ જ્યારે વિવાદ વધ્યો હતો જેને લઈ એઓપી બહાર પાડવની વાત કરવામાં આવી હતી. એરલાઇન્સને સૂચના આપવામાં આવી છે કે તેઓ ફ્લાઇટમાં વિલંબ અને લોકોને પડતી અસુવિધાના સંદર્ભમાં હવાઈ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્વીકારે. આ સાથે જ ફ્લાઇટ કેમ મોડી પડી રહી છે તેનું કારણ પણ આપવામાં આવે. DGCAએ આ માટે CAR જારી કરી છે. મુસાફરોને વ્હોટ્સએપ દ્વારા ફ્લાઈટના મોડી થવાના કારણ વિશે પણ જાણ કરવામાં આવશે.

એરલાઈન્સની SOP

1. એરલાઈન્સને તેમની ફ્લાઈટ્સના વિલંબને લગતી ચોક્કસ રીઅલ-ટાઇમ માહિતી શેર કરવી પડશે. નીચે મુજબની ચેનલો/માધ્યમો દ્વારા મુસાફરો સાથે શેર કરવામાં આવશે.

A. એરલાઇનની સંબંધિત વેબસાઇટ

B. મુસાફરોને એસએમએસ/વોટ્સએપ અને ઇ-મેઇલ દ્વારા એડવાન્સ માહિતી આપવી

C. એરપોર્ટ પર રાહ જોઇ રહેલા મુસાફરોને ફ્લાઇટમાં વિલંબ અંગે અપડેટ આપવી

D. એરપોર્ટ પર એરલાઇન સ્ટાફ સાથે યોગ્ય વાતચીત ફ્લાઇટના વિલંબ વિશે વાતચીત કરવી અને મુસાફરોને યોગ્ય કારણ જણાવવું.

#India #ConnectGujarat #airlines #DGCA #important SOP #convenience
Here are a few more articles:
Read the Next Article