DGCAએ સ્પાઇસજેટ પરનો પ્રતિબંધ 29 ઓક્ટોબર સુધી લંબાવ્યો

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ સ્પાઈસજેટ પર લાદવામાં આવેલા પ્રતિબંધને 29 ઓક્ટોબર સુધી લંબાવ્યો

New Update
DGCAએ સ્પાઇસજેટ પરનો પ્રતિબંધ 29 ઓક્ટોબર સુધી લંબાવ્યો

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ સ્પાઈસજેટ પર લાદવામાં આવેલા પ્રતિબંધને 29 ઓક્ટોબર સુધી લંબાવ્યો છે. એરલાઇન્સ હવે 29 ઓક્ટોબર, 2022 સુધી 50 ટકા ફ્લાઇટ્સ સાથે સંચાલન કરશે. તેની સાથે જ ડીજીસીએએ નોંધ્યું હતું કે સુરક્ષાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

Advertisment

27 જુલાઈના રોજ DGCA એ સ્પાઈસ જેટ એરક્રાફ્ટની વારંવારની ટેકનિકલ ખામીઓને કારણે કાર્યવાહી કરતા 8 અઠવાડિયા માટે 50 ટકા ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ડીજીસીએએ કહ્યું હતું કે આ 8 અઠવાડિયા સુધી એરલાઈન્સને વધારાની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.

Advertisment