દૂરદર્શન પર પહેલી ઈંગ્લિશ એન્કરોમાંથી એક ગીતાંજલિ હતી. તેમના નિધનની ખબર બાદથી પત્રકાર જગતમાં શોકની લહેર છે.
દુરદર્શનની જાણીતી એન્કર ગીતાંજલી અય્યરનું બુધવારે 7 જૂને નિધન થઈ ગયું. તે દૂરદર્શન પર પહેલી ઈંગ્લિશ એન્કરોમાંથી એક હતા. તેમના નિધનની ખબર બાદથી પત્રકારિતા જગતમાં શોકની લહેર છે. તેમણે 30થી વધારે વર્ષો સુધી દૂરદર્શન પર એન્કરિંગ કરી હતી અને પત્રકારિતાના ક્ષેત્રમાં ઘણા કિર્તિમાન સ્થાપિત કર્યા હતા. તેમને ચાર વખત સર્વશ્રેષ્ઠ એન્કરનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
અય્યરને તેમના ઉત્કૃષ્ટ કાર્ય, ઉપલબ્ધિઓ અને યોગદાન માટે 1989માં ઉત્કૃષ્ટ મહિલાઓ માટે ઈંદિરા ગાંધી પ્રિયદર્શિની પુરસ્કાર પણ મળ્યો હતો. તેમણે અંગ્રેજીમાં સ્નાતકની ડિગ્રી પુરી કર્યા બાદ કોલકતાના લોરેટા કોલેજથી સ્નાતક કર્યું હતું. તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી ડિપ્લોમાં કર્યું હતું. ગીતાંજલીએ દુરદર્શનમાં એન્કરિંગના લગભગ 30 વર્ષો બાદ કોર્પોરેટ સંચાર, સરકારી સંપર્ક અને માર્કેટિંગમાં પણ કામ કર્યું હતું. તે ભારતીય ઉદ્યોગ પરિસંધમાં સલાહકાર પણ બન્યા. તેમણે સીરિયલ 'ખાનદાન'માં પણ કામ કર્યું હતું.