EDની ટીમ આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા, સર્ચ ઓપરેશન હાથ ધરાયું

New Update
EDની ટીમ આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા, સર્ચ ઓપરેશન હાથ ધરાયું

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ બુધવારે (4 ઓક્ટોબર) આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સંજય સિંહના ઘરે પહોંચી હતી. EDની ટીમ હાલમાં તેના નિવાસસ્થાને દરોડા પાડી રહી છે. AAP સાંસદે ખુદ પત્રકારોને આ અંગે માહિતી આપી છે. અગાઉ આ વર્ષના મે મહિનામાં પણ EDએ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. તે સમયે તેના સહયોગીઓના ઘર અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

સંજય સિંહ સતત ED અને CBIને ઘેરી રહ્યા છે. તેઓ કહેતા રહ્યા છે કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા વિપક્ષી નેતાઓને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ન્યૂઝ એજન્સી ANIએ કહ્યું છે કે દિલ્હીમાં AAP સાંસદના ઘરે ચાલી રહેલા દરોડા દિલ્હી લિકર પોલિસી કેસમાં ચલાવવામાં આવી રહ્યા છે. જો કે, હજુ સુધી સંજય સિંહ તરફથી કોઈપણ પ્રકારનું સત્તાવાર નિવેદન આવ્યું નથી અને ન તો આમ આદમી પાર્ટીએ આ અંગે કંઈ કહ્યું છે.

Latest Stories