આ વિદેશી ડિફેન્સ કંપની ભારતમાં જ રોકેટનું કરશે ઉત્પાદન, સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં 100% FDIના પ્રસ્તાવને મંજૂરી આપી

New Update
આ વિદેશી ડિફેન્સ કંપની ભારતમાં જ રોકેટનું કરશે ઉત્પાદન, સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં 100% FDIના પ્રસ્તાવને મંજૂરી આપી

ભારતમાં સંરક્ષણ ઉત્પાદનને તાજેતરમાં મોટું પ્રોત્સાહન મળ્યું છે. પહેલીવાર સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં 100% FDIના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ FDI પ્રસ્તાવ ભારતમાં જ રોકેટના ઉત્પાદન સાથે સંબંધિત છે. મતલબ કે પ્રપોઝલ કરનારી પ્રખ્યાત વિદેશી ડિફેન્સ કંપની ટૂંક સમયમાં મેડ-ઈન-ઈન્ડિયા રોકેટ બનાવવા જઈ રહી છે.

ETના અહેવાલ મુજબ, સરકારે જે પ્રસ્તાવને મંજૂરી આપી છે તે સ્વીડિશ કંપની સાબની છે. સાબે રોકેટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માટે FDIનો આ પ્રસ્તાવ આપ્યો છે. આ માટે Saab FFV India નામની નવી કંપની રજીસ્ટર કરવામાં આવી છે. કંપની ભારતમાં કાર્લ-ગુસ્તાફ M4 સિસ્ટમ રોકેટની નવી પેઢીનું ઉત્પાદન કરવા જઈ રહી છે. આ FDI દરખાસ્તનું મૂલ્ય 500 કરોડ રૂપિયાથી ઓછું હોવાનું કહેવાય છે.

Latest Stories