Connect Gujarat
દેશ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા ચીફ સિલેક્ટર પૂર્વ ફાસ્ટ બોલર અજિત અગરકર બન્યા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા ચીફ સિલેક્ટર પૂર્વ ફાસ્ટ બોલર અજિત અગરકર બન્યા
X

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા ચીફ સિલેક્ટર કોણ હશે આ વાતનો જવાબ મળી ગયો છે. પૂર્વ ફાસ્ટ બોલર અજિત અગરકરની ચીફ સિલેક્ટરના પદ પર પસંદગી કરવામાં આવી છે. ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અજિત અગરકર ચીફ સિલેક્ટર તરીકે ચેતન શર્માનું સ્થાન લેશે. BCCIએ અજિત અગરકરને ચીફ સિલેક્ટર બનાવવા માટે પગારમાં પણ વધારો કર્યો છે. બીસીસીઆઈ આ અંગે સત્તાવાર ટ્વિટ કરી જાણ કરી છે.

અજિત અગરકરનું ચીફ સિલેક્ટર બનવાનું લગભગ નક્કી હતું. ગત વખતે જ્યારે ચેતન શર્માને ફરીથી ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા ત્યારે અજિત અગરકર પણ રેસમાં સામેલ હતા. જો કે ત્યારબાદ ચેતન શર્મા બાજી મારવામાં સફળ રહ્યો હતો. પરંતુ ચેતન શર્માનું એક સ્ટિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થયું, જેના કારણે તેમને ચીફ સિલેક્ટરનું પદ છોડવું પડ્યું. ચીફ સિલેક્ટરની જગ્યા છેલ્લા કેટલાક મહિનાઓથી ખાલી હતી. હવે આ પદ માટે અજિત અગરકરની પસંદગી કરવામાં આવી છે.

Next Story