New Update
/connect-gujarat/media/post_banners/1ab2215f954d2649fa62dba66ddb597248dc2524245a27f3d6bbde5eadca2d3f.webp)
પૂર્વ પીએમ એચડી દેવગૌડાના પુત્ર અને કર્ણાટક સરકારના પૂર્વ મંત્રી એચડી રેવન્નાને SIT દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અપહરણ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. રેવન્નાએ ધરપકડ સામે આગોતરા જામીન માટે અપીલ કરી હતી, જે ફગાવી દેવામાં આવી હતી. આ પછી SITએ તેને એક દિવસ માટે કસ્ટડીમાં લીધા છે.
કર્ણાટક સેક્સ સ્કેન્ડલના આરોપી એચડી રેવન્નાને શનિવારે બીજી લુકઆઉટ નોટિસ મોકલવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે જ્યારે SIT તપાસ માટે રેવન્નાના ઘરે પહોંચી તો રેવન્નાના સમર્થકોએ ટીમ સાથે ઝપાઝપી કરી.
Latest Stories