G-20 સમિટ:- વિદેશી મહેમાનોને કાશ્મીરી કહવા, દાર્જિલિંગ ચા સહિત દેશની ઘણી પ્રખ્યાત વાનગીઓ પીરશવામાં આવી

ડિનરમાં વિશ્વના રાષ્ટ્રધ્યક્ષ, વિશ્વભરના પ્રતિનિધિઓ, ભારતના તમામ રાજ્યોના મુખ્યમંત્રી, કેન્દ્રીય અને રાજ્યમંત્રી સહિત 170 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા

G-20 સમિટ:- વિદેશી મહેમાનોને કાશ્મીરી કહવા, દાર્જિલિંગ ચા સહિત દેશની ઘણી પ્રખ્યાત વાનગીઓ પીરશવામાં આવી
New Update

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ G20 સમિટ માટે ભારત આવેલા વિદેશી મહેમાનોના સન્માનમાં ડિનરનું આયોજન કરી રહ્યાં છે. આ માટે ભારત મંડપમમાં મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ વખતે નાલંદા યુનિવર્સિટીની પૃષ્ઠભૂમિ સામે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

ડિનરમાં વિશ્વના રાષ્ટ્રધ્યક્ષ, વિશ્વભરના પ્રતિનિધિઓ, ભારતના તમામ રાજ્યોના મુખ્યમંત્રી, કેન્દ્રીય અને રાજ્યમંત્રી સહિત 170 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ડિનરના મેનુમાં પણ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયાને બદલે પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે. તેમાં પાનખરની ઝલક દર્શાવવામાં આવી છે. તે ભારતની પરંપરાઓ, રીતિ-રિવાજો અને વિવિધતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.


ડિનરનું મેનુ વસુધૈવ કુટુમ્બકમ એક પૃથ્વી. એક પરિવાર, એક ભવિષ્યની ભાવનાને સમર્પિત છે. કાશ્મીરી કહવા, દાર્જિલિંગની ચા, મુંબઈ પાવ, અંજીર-આડુ મુરબ્બા સહિત દેશની ઘણી પ્રખ્યાત વાનગીઓ તેમાં સામેલ કરવામાં આવી છે. ડિનરમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, તેમના પત્ની સુદેશ ધનખર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. આ સિવાય તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને એચડી દેવગૌડા પણ ડિનરમાં હાજરી આપશે. મોદી કેબિનેટના મંત્રીઓ રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, નરેન્દ્ર સિંહ તોમર, એસ જયશંકર, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રહલાદ જોશીને પણ આ ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું..

#Draupadi Murmu #G-20 summit #RaghavjiPatel #G-20 સમિટ #G-20 summit dinner #Dinner Special Menu #G-20 Summit Bharat Mandapam #G20 Summit 2023 #G20 summit Dinner Menu #G20Summit Bharat
Here are a few more articles:
Read the Next Article