/connect-gujarat/media/post_banners/cc1b743a48d729a1bc1273ae7d2571f676ee1d7602402b0256e196f9b4906221.webp)
ભારતમાં વાયરલ ઇન્ફ્લૂએન્ઝાના સબ વેરિયન્ટ એચ3એન2ના કેસને લઈને નીતિ આયોગની બેઠક પૂરી થઈ ગઈ છે. નીતિ આયોગે કોવિડ વર્કિંગ ગ્રુપ, કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવ, રાજ્યોના સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં વાયરસની સમીક્ષા કરી છે. આ સાથે જ આયોગે રાજ્યોને વાયરસનો સામનો કરવા માટે આદેશ આપ્યા છે. આ સાથે જ હોસ્પિટલમાં મેન પાવર, મેડિકલ ઓક્સિજન છે કે નહીં તે ચેક કરવું. આયોગે આ માટે લોકોને જાગૃત રહેવા અને પગલાં લેવા માટે જણાવ્યું છે.
આયોગે ઇન્ફ્લૂએન્ઝાનો સામનો કરવા માટે કોરોના વાયરસ જેવા નિયમોનું પાલન કરવા માટેના આદેશ આપ્યા છે. આ માટે લોકોએ સાવધાની રાખવી પડશે. નાક-મોં ઢાંકવું પડશે. ભીડભાડવાળી જગ્યાએ બની શકે તો ન જવું અને સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી તપાસ કરાવવી અને લક્ષણો દેખાય તો સારવાર લેવાની સલાહ આપી છે.
નવ માર્ચ સુધીમાં ઇન્ફ્લૂએન્ઝાના જુદા જુદા સ્વરૂપોના 3038 કેસ સામે આવ્યા છે. તેમાં એચ3એન2ના કેસ પણ સામેલ છે. આ આંકડામાં જાન્યુઆરીમાં 1245, ફેબ્રુઆરીમાં 1307 અને નવ માર્ચ સુધીમાં 496 કેસ સામે આવ્યા છે.