Connect Gujarat
દેશ

હરિયાણા : કરનાલમાં ત્રણ માળની રાઇસ મિલ ધરાશાયી થતાં 4નાં મોત, 25 કાટમાળ નીચે દટાયા

હરિયાણા : કરનાલમાં ત્રણ માળની રાઇસ મિલ ધરાશાયી થતાં 4નાં મોત, 25 કાટમાળ નીચે દટાયા
X

હરિયાણાના કરનાલમાં સવારે 3.30 વાગ્યે શિવ શક્તિ રાઇસ મિલની ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ હતી. તેના કાટમાળ નીચે દબાઈને ચાર મજૂરોના મોત થયા હતા, જ્યારે 20થી 25 મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા છે. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે 120 મજૂરોએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. તરવાડીમાં શિવ શક્તિ રાઇસ મિલની આ બિલ્ડિંગમાં લગભગ 200 મજૂરો રહેતા હતા. તેમાંથી કેટલાક રાત્રે કામ પર ગયા હતા.

બાકીના લોકો બિલ્ડિંગમાં સૂતા હતા. હાલ ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર મૃત્યુ પામેલા મજૂરો બિહારના અરરિયા, બેગુસરાય, ખગરિયા અને સમસ્તીપુરના રહેવાસી છે. ખગરિયાના રહેવાસી પ્રત્યક્ષદર્શી મજૂર વિજય કુમારે જણાવ્યું કે તેમાં કામ ચાલી રહ્યું હતું. ગઈકાલે પણ કામ કર્યું. બધા થાકીને સૂઇ ગયા હતા. સવારે 3 વાગ્યે બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જેઓ વરંડામાં સૂતેલાં હતાં તેઓ નીચે દટાઇ ગયાં. રૂમમાં સૂતેલાં લોકો બચી ગયા હતા. બારી અને દિવાલો તોડીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. કેટલાક પોતે પણ આવી જ રીતે બહાર આવ્યા. તમામ મજૂરો બિહારના રહેવાસી છે. હું પણ ખાગરિયા જિલ્લાનો છું.

Next Story