/connect-gujarat/media/post_banners/311e6715ea6fb00e775949caab7d4ce95c51796224cfab6d2e62345f700f0184.webp)
હિમાચલ પ્રદેશમાં સોમવારે સતત ત્રીજા દિવસે વરસાદે વિનાશ વેર્યો હતો. જ્યાં છેલ્લા બે દિવસમાં અચાનક પૂર અને ભૂસ્ખલનથી 18 લોકોના મોત થયા છે..સિમલા જિલ્લામાં સોમવારે ભૂસ્ખલનથી વધુ ચાર લોકોના મોત થયા હતા. સોમવારે સવારે શિમલાના ઠિયોગ સબ-ડિવિઝનમાં ભૂસ્ખલનને કારણે ત્રણ લોકોના મોત થયા હતા.બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે 16 કે 17 લોકોના મોત થયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે પર્યટન સ્થળ મનાલીમાં ફસાયેલા 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે પરંતુ લગભગ 300 લોકો હજુ પણ જુદા જુદા ભાગોમાં ફસાયેલા છે. હવામાન વિભાગે સોમવારે અતિશય વરસાદ માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. આના એક દિવસ પહેલા રાજ્યમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટના બની હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે યુનેસ્કો હેરિટેજ સાઈટ શિમલા-કાલકા રેલ માર્ગ પર ભૂસ્ખલનને કારણે ઘણી જગ્યાએ ટ્રેક બ્લોક થઈ ગયા છે, જેના કારણે મંગળવાર સુધી ટ્રેનનું સંચાલન સ્થગિત કરવામાં આવ્યું છે. સાથે જ રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓને સોમવાર અને મંગળવારે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી 18 લોકોના થયા મોત