Connect Gujarat
દેશ

ચીનમાં ભારે વરસાદ, હાઇવેનો એક આખો ભાગ તૂટી જતા 34 લોકોના મોત

ચીનમાં ભારે વરસાદ, હાઇવેનો એક આખો ભાગ તૂટી જતા 34 લોકોના મોત
X

સાઉથ ચીનના ગુઆંગ્ડોંગ પ્રાંતમાં બુધવારે (1 મે) ના રોજ ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે S12 નો એક ભાગ તૂટી ગયો હતો. આ અકસ્માતમાં 34 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત મેઇઝોઉ હિલ પાસે સવારે 2 વાગ્યે થયો હતો, જેમાં રસ્તાની એક લેન 18 મીટર સુધી તૂટી ગઈ હતી.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, હાઈવે તૂટી જવાને કારણે 54થી વધુ લોકોને લઈ જઈ રહેલા 20 વાહનો નીચે પડી ગયા હતા. ઘટનાની માહિતી મળતાં જ 500 રાહતકર્મીઓએ બચાવ કાર્ય હાથ ધર્યું હતું. ચીન સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.અકસ્માત બાદ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ હાઇવે ગુઆંગ્ડોંગને ફુજિયાન પ્રાંત સાથે જોડે છે. ચીનમાં લેબર ડે પર ચાર દિવસની રજા હોય છે અને દેશના મોટાભાગના હાઈવે ટોલ ફ્રી છે. જેના કારણે વધુ વાહનો અકસ્માતના બનાવો બન્યા છે.

Next Story