સિક્કિમમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા, ભારતીય સેના બની દેવદૂત, 500 થી વધુ પ્રવાસીઓને બચાવ્યા

સિક્કિમમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા, ભારતીય સેના બની દેવદૂત, 500 થી વધુ પ્રવાસીઓને બચાવ્યા
New Update

છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં હવામાનમાં પલટો આવ્યો છે. પર્વતો પર જ્યાં બરફ પડી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. એવામાં સિક્કિમમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં અચાનક ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. ત્યારબાદ ભારતીય સેના દેવદૂતના રૂપમાં ત્યાં પહોંચી હતી.

સેનાએ બુધવારે પૂર્વ સિક્કિમમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં અચાનક ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે ફસાયેલા 500 થી વધુ પ્રવાસીઓને બચાવ્યા હતા. સેનાએ એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી. નિવેદન અનુસાર, પૂર્વ સિક્કિમમાં અચાનક હિમવર્ષાના કારણે ફસાયેલા 500 થી વધુ પ્રવાસીઓને સેનાના જવાનોએ બચાવ્યા. ત્રિશક્તિ કોર્પ્સના જવાનોને બચાવ માટે ત્યાં મોકલવામાં આવ્યા હતા અને ફસાયેલા પ્રવાસીઓને મદદ પૂરી પાડી હતી.

નિવેદનમાં જણાવ્યું કે 'અચાનક ભારે હિમવર્ષાને કારણે નાથુલામાં 500 થી વધુ પ્રવાસીઓને લઈ જતા લગભગ 175 વાહનો ફસાઈ ગયા. ખરાબ હવામાન અને હિમવર્ષાની માહિતી મળતાની સાથે જ ત્રિશક્તિ કોર્પ્સના સૈનિકો શૂન્યથી નીચે તાપમાનમાં સ્થળ પર પહોંચ્યા અને ફસાયેલા પ્રવાસીઓને બચાવ્યા હતા.'

#India #ConnectGujarat #rescues #Heavy snowfall #Sikkim
Here are a few more articles:
Read the Next Article