GST કાઉન્સિલની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.GST કાઉન્સિલની 50મી બેઠક મંગળવારે નવી દિલ્હીમાં મળી હતી.નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી.સીતારમણે મંગળવારે સાંજે પ્રેસ બ્રીફિંગ કરીને બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી.GST કાઉન્સિલ ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનોના સંપૂર્ણ મૂલ્ય પર 28 ટકા GST વસૂલવા સંમત થઈ છે. સાથે જ હવે સિનેમા હોલમાં ખાવાનું પણ સસ્તું થશે.GST કાઉન્સિલે સિનેમા હોલમાં ખાવા-પીવાની વસ્તુઓ પર GST ઘટાડવાનો નિર્ણય લીધો છે.
GST કાઉન્સિલે સિનેમા હોલમાં પીરસવામાં આવતા ફૂડ પરનો ટેક્સ ઘટાડીને 5% કર્યો છે. આ સિવાય હવે આયાતી કેન્સરની દવાઓ પર IGST લાગુ નહીં થાય.GST કાઉન્સિલની બેઠકમાં GST ટ્રિબ્યુનલની રચનાને પણ મંજૂરી આપવામાં આવી છે.જો તમે ફિલ્મના શોખીન છો તો તમારા માટે એક સારા સમાચાર છે.GST કાઉન્સિલની 50મી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સિનેમા હોલમાં પીરસવામાં આવતા ફૂડ પરનો GST રેટ ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. અગાઉ તે 18 ટકા હતો.