બિહારમાં ભાજપ 17, JDU 16, ચિરાગની પાર્ટી 5 બેઠકો પર લડશે ચૂંટણી

New Update
બિહારમાં ભાજપ 17, JDU 16, ચિરાગની પાર્ટી 5 બેઠકો પર લડશે ચૂંટણી

બિહારમાં લોકસભાની ચૂંટણી માટે એનડીએમાં બેઠકોનું વિભાજન કરવામાં આવ્યું છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) પાંચ બેઠકો પર ચૂંટણી લડશે. ભાજપના બિહારના પ્રભારી વિનોદ તાવડેએ એનડીએના નેતાઓ સાથે પત્રકાર પરિષદમાં એનડીએ ગઠબંધનની તમામ બેઠકોની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું કે ફોર્મ્યુલા પર ચર્ચા થઈ હતી અને એનડીએ ગઠબંધનમાં તમામ પક્ષોએ તેનો સ્વીકાર કર્યો છે.ફોર્મ્યુલા મુજબ ભાજપ 17 બેઠકો પર જ્યારે જેડીયુ 16 બેઠકો પર ચૂંટણી લડશે. તે જ સમયે, ચિરાગ પાસવાનની પાર્ટીને 5 બેઠકો, માંઝીની પાર્ટી હિન્દુસ્તાની અવામ મોર્ચા (એચએએમ) ને 1 બેઠક અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીને 1 બેઠક આપવામાં આવી છે.

Latest Stories