New Update
/connect-gujarat/media/post_banners/e627e4d2b5c24c4931816c632277e281cf94234cc0cc05310b04727e484c73f5.webp)
દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 369 નવા કેસ નોંધાયા છે અને 20 સંક્રમિતોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 46 હજાર 347 થઈ છે. કુલ 4 કરોડ 39 લાખ 30 હજાર 417 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 185 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 215 કરોડ 47 લાખ 80 હજાર 693 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 21 લાખ 67 હજાર 644 ડોઝ અપાયા હતા.
Latest Stories