New Update
/connect-gujarat/media/post_banners/b57d3f9f91c61d8c5e2399a70ac66d485da2fbdf689b758811769e1e3065593d.webp)
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 475 કેસ નોંધાયા હતા અને 6 લોકોના મોત થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પણ કોરોના સંક્રમિત થયા છે. તેઓ તેમના રહેઠાણે ક્વોરન્ટાઈન થયા છે. તેની સારવાર કરવામાં આવી રહી છે. તેના તમામ કાર્યક્રમો અને એપોઇન્ટમેન્ટ વગેરે આગળની સૂચના સુધી રદ કરવામાં આવ્યા હતા.
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 3919 છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 44481893 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને કુલ 5,33,402 લોકોના મોત થયા છે.