જે ક્ષણની ક્રિકેટરસિકો આતુરતાથી રાહ જોતા હતા તે ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાનમાં જંગની ક્ષણ આવી ચૂકી છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ ટોસ માટે મેદાનમાં ઉતરશે.
મહત્વનું છે કે વર્લ્ડ કપની શ્રેણીમાં ભારત અને પાકિસ્તાન 8મી વખત આમને-સામને ટકરાશે. ખાસ વાત એ છે કે અત્યાર સુધીની 7 મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પછાડયું છે. ત્યારે આ સીલસીલો અકબંધ રાખવા માટે ટીમ ઇન્ડિયા મેદાને ઉતરશે. તો બીજી બાજુ પાકિસ્તાન પોતાના શિર પરથી સતત હારનો બદનામીનો તાજ હટાવવા જંગે ઉતરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. ટોસ બપોરે 1.30 કલાકે થશે.
વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન જુદા જુદા બે મેચ રમ્યા છે. જેમાં બનેએ તાકાત સાથે વિરોધી ટીમને પરાષ્ત કરી હતી. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવીને પાકિસ્તાન સામે પહોંચી છે તો નેધરલેન્ડ અને બાંગ્લાદેશને હરાવી પાકિસ્તાને આ ક્રમ હાંસલ કર્યો છે. ઇતિહાસમાં ડોકિયું કરીએ તો 1992માં જીતના શ્રી ગણેશ થયા હતા. 1992માં વર્લ્ડ કપની મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ રમાઈ હતી. જેમાં ભારતનો પ્રથમ વખત પાકિસ્તાન સામે 43 રનથી વિજય થયો હતો. જેના 4 વર્ષ બાદ પણ પાકિસ્તાન ભારત વચ્ચે પાકિસ્તાન હારી ગયું હતું.